Friday, July 22, 2011
Tuesday, July 12, 2011
મારું ગદ્ય-પદ્ય ;-)
હવે મેઈન વાત...શુદ્ધ ગુજરાતી જ હતા ત્યાં બધા અને વાતનાં ટોન પરથી તો ચરોતરના જ હશે એમ જ લાગ્યું. પુરુષોને કદાચ ગ્રોસરી લેવા આવવું પડ્યું એટલે કે પછી ગળથુથીમાં મળ્યું હશે ...પણ ગજબની રાડારાડ કરતાં હતા, જો કે ગરમી પણ હતી હોં ...કે!!! હવે જે સાભળ્યું તે આ પ્રમાણે હતું.
એક ભાઈ કાનમાં બ્લુટુથ સાથે એકલાં એકલાં બોલે જતા હોય એમ લાગતું હતું,
'નાઆઆ...લા, આ બૈરાં જોડે આયો છુ...ટીચાવા...ગ્રોસરીએ' (ભાઈનાં હાથમાં કાર્ટ હતી,,, થયું કે કોઈને ટીચશે જ )
બીજો ...'અલી...એ, આ રસનાં ડબલાં કેટલાં મેલું?' ( અલી..એ ...બોલવાથી રસનાં ડબ્બા પર કોઈ જ ડિસ્કાઉન્ટ ન હતું)
ત્રીજો ... 'હેંડ ને ભૈ'સાબ ...તારે કાયમ આઈને ડીકી ભરવી જ...કેટલું ઉજેડે છ'!! (એમનાં ભૈ'સાબ (પત્ની) ને એ ઇનડાયરેકટલી કહી રહ્યાં હતા કે ...હની, તું ખાવા નહી કરતી ...રોજ બહાર જ ખાઈશું)
ચોથો ... 'ઓય...આપડો નંબર આયો...જલ્દી કર' (માઈક વગર એ શ્રીમતીજીએ એમનાં પતિની આકાશવાણી સ્ટોરનાં બીજા છેડે સાંભળી)
આવા તો પાંચમો , છઠો, સાતમો એવા અગણિત હાજર હતાં, ત્યાં જ... યાદ નથી કયા નંબરે પણ એક વ્હીસલ (ગાયનનાં સુરમાં) સંભળાઈ. ફરીને જોયું તો એક ઓળખીતા નોન-ગુજરાતી ભાઈ... બે મીનીટ વાત કરી અમે અને પછી એમની જ ધૂનમાં ગાતા ગાતા પત્ની સાથે જતાં રહ્યાં.
ત્યારે આ ચાર લાઈન મગજમાં આવી ...
છુક છુક ગાડીનું એન્જીન તું,
અમ ડબ્બાઓ સંગ જ શોભે તું
ખુશીમાં સીટી વગાડે જાને યાર...
ગુસ્સામાં ધુમાડો કેમ છોડે તું?
કાયમની જેમ સ્ટેટ્સમાં મુકીને નીચે લખવાની હતી કે...'ફક્ત ચરોતરના લોકો માટે...બાકીનાઓએ બંધબેસતી પાઘડી કે ટોપી પહેરવી નહી,,,પછી થયું કે પૂરું નહી જ સમજાય બધાને...એટલે આગળ આટલી પ્રસ્તાવના કરવી પડી.
( આ લેખ નથી...ચોખવટ સાથે એક કવિતા જ છે)
Thursday, July 7, 2011
અધ્ધરતાલ...
અમુક લોકો એરપોર્ટ પરથી જ રાડારાડ કરતાં હોય છે, એકદમ રઘવાયાં ફરતાં હોય, ફેમિલીને બુમો પાડતાં હોય, અને એમની જ ધૂનમાં લોકોને સામાન ભરેલી ટ્રોલી પણ ટીચતા હોય,,, ભરેલી બેગો પાડતાં હોય અને એ પછી કોઈ રીસાયેલી પાડીને ખેંચતા હોય તે રીતે ખેંચીને મુકતા હોય,,,કાઉન્ટર પર પણ રકઝક કરે.
ઘણાને પ્લેનમાં ચઢતાની સાથે એક કેફ ચઢે કે એરહોસ્ટેસ ફક્ત એમની સેવા માટે જ છે. 'એય'...'છુછ...છુછ' એવા નવાબી અવાજ કાઢીને બોલાવે,,, અને એ કામ ના આવે તો ચપટીનું મ્યુઝિક વગાડે. ટીકીટ બુક કરવા આપેલા બધા નાણાં વસુલ કરવાની પેરવી સાથે જ ચઢયાં હોય. ચઢતાની સાથે જ નાના છોકરાઓની જેમ જ ભૂખ્યાં ને તરસ્યાં થઈ જાય.
હાથનો સામાન મુકવા માટે પણ માથા ઉપરની જ જગ્યા જોઈએ એવા આગ્રહથી ઘણાખરા પીડાતાં હોય છે...એવા જ એક બહેનને બેઠા હતાં ત્યાંથી થોડો પાછળ સામાન મુકવો પડ્યો,,,તો એમણે નિયમ બનાવ્યો કે જે પણ ત્યાંથી આગળ રેસ્ટરૂમ વાપરવા આવે તેને રોકે અને કહે .... ' જરા ખોલી ને જુવોને પ્લીઝ ...બ્રાઉન બેગ છે ને અંદર?
એમનો આ ખેલ ૪ કલાકથી જોઈ રહેલા એક બહેનની ઉઘ બે વાર બગડતા એકદમ મોટા સૂરે ઘાંટો પાડ્યો ...'એલી એએએએ...તું ટ્રેનમાં નથી જતી કે કોઈ તારી બેગ લઈ જાય...ચુપચાપ સુઈ જા' .....થોડીવાર માટે સોંપો પડી ગયો...સુતેલા લોકોના નસકોરાનાં અવાજ પણ બંધ!!
રેસ્ટરૂમમાં જે રીતે આપણા લોકો વર્તે છે તેમાં યુદ્ધનાં ધોરણે સુધારો જરૂરી છે. એક તો પર્સનલ સાઈઝની મીનીરેસ્ટરૂમ,,,એમાં પણ બે કલાકમાં જ હાલત રસ્તામાં હોય તેવા પબ્લિક સોચાલય જેવી કરી દે...જ્યાં ત્યાં ટીસ્યુ ને ફ્લોર પણ ભીનો...બાકી હોય તો વાડકી જેટલા વોશબેસીન માં તમાકુ ખાઈને કોગળા કર્યાં હોય પણ એ સાફ કરવાની બાધા લીધી હોય. નોનસ્ટોપ ફ્લાઈટમાં જવું હોય તો આગલે દિવસથી ખાવાપીવાનું બંધ કરીએ તો કદાચ બહુ વાંધો ના આવે.
ખાવાનું લઈને આવે ત્યારે મજા પડે...લોકોનાં હાવભાવ જોવાની. કચકચ ચાલુ જ હોય...વેજ વાળાને નોનવેજ અને નોનવેજ વાળાને ભૂલથી વેજ આપી દે ત્યારે,,, અધીરાઈ એટલી આવી જાય એ લોકોમાં,,, કે કદાચ ખાવા નહી મળે તો??? અને અમુક વર્ગને ત્યારે જ એ ટ્રોલી લઈને આવતી એરહોસ્ટેસ સામે જવું હોય,,,વન-વેમાં ઉધા જતા હોય તેમ લાગે. ખાવા અપાઈ જાય પછી પણ ખૂણેખાંચરેથી અથાણું કે ઢેબરાની ખુશ્બુ પણ આવતી હોય. ક્યારેક કોઈ કોઈના મગજ પર આલ્કોહોલ સવાર થઈ જાય...એ નાટકનો અંત લાવતા એરહોસ્ટેસનાં નાકે દમ આવી જાય. પણ મોઢું હસતું જ હોય. ( આ નોકરીમાં રાખવા પડતા હસતાં મોઢાના લીધે એ બધા રીયલ લાઈફમાં હાસ્યકવિ સંમેલનમાં પણ હસી નથી શકતા)
નાના બાળકો લઈને આટલી લાંબી મુસાફરી કરવી, એ પણ આટલી કોમ્પેક્ટ જગ્યામાં... એ એક બહાદુરીનું કામ ગણાય. પ્લેન ઉડતા ને ઉતરતા કાનમાં આવતા પ્રેશરનાં લીધે દરેક બાળક રડતું જ હોય. અને મુસાફરી દરમ્યાન પણ કંટાળે...ઉપરથી આટલા બધાની હાજરીમાં માં-બાપ ઘાંટા નાં પાડી શકે. સાચ્ચે જ આવા લોકોની હાલત 'નાં રહેવાય, નાં કહેવાય' એવી હોય...અને એમની આજુબાજુ વાળાની હાલત 'નાં સહેવાય' એવી હોય.
અમુક લોકો ખુબજ સેવાભાવી હોય...લોકોનાં છોકરાં સાચવે જેથી એ માં-બાપ ખાઈ શકે, સામાન ચઢાવવા કે ઉતારવા લાગે. અને ઘણા લોકો બધા ફોર્મ્સ ભરવામાં મદદ કરતાં હોય.
એક ચતુર નારી એરપોર્ટ પર મોટા અવાજે એની મમ્મી ને દીકરા ને નોનસ્ટોપ સુચનાઓ આપ્યા કરે...અને સફર દરમ્યાન પણ એની મમ્મીને કહે કે..... 'જો જે ...ઇન્ડિયામાં કસ્ટમવાળા આગળ બધું સાચુ બોલીને બાફતી ના...'
પ્લેન બદલતાની સાથે જ એણે જોયું કે અડધું પ્લેન ખાલી છે એટલે આરામથી બેસવા માટે એણે બીજા બહેનને અંગ્રેજીમાં કહ્યું કે...
'મારો દીકરો એના બા વગર નહી સુવે,,,તમે સાઈડ પર જાવ છો?'
બહેજ ઉઠીને સાઈડ પર ગયા કે તરત જ એ ચતુર બોલી એની મમ્મીને ....
'જા જલ્દી અને બંન્ને સીટ પર પલાઠી વાળીને બેસી જા....પેલી જે ખસી ગઈ તે ગુજરાતી નથી લાગતી...એને સમજ નથી પડવાની' (જય હો )
જો કે આજુબાજુ વાળાની વાતો સાંભળવાની પણ મજા તો આવે જ. ક્યારેક કોઈ સમાન વિચારધારા વાળુ જણાય ને ક્યારેક બારોબાર કોઈ બીજા બે વ્યક્તિની વાતો સાંભળીને ત્રીજાનું જડબું લટકી જાય.
"તુલસી ઇસ સંસારમે ભાત ભાત કે લોગ" ....આ વાક્ય એકદમ સચોટ લાગે પ્લેનમાં....
વિશ્વાસ નથી આવતો તમને ??? ,,,,નીચે લખેલાં વાક્ય કાનોકાન સાંભળેલા છે ...સાચ્ચે...તમારા સમ!!!!!
'હું મીડલઈસ્ટની એરલાઈનમાં ટ્રાવેલ એટલે કરું કે એમનાં પ્લેન હાઈજેક ના થાય'
'મને તો પ્લેનમાં બેસતાંની સાથે જ ઘણાં લોકો ટેરેરીસ્ટ જેવા દેખાય'
'હું એર ઇન્ડિયામાં નાં જાવ...મને એ લોકોની એર હોસ્ટેસ નાં ગમે'
'હું પણ ...મને એર ઇન્ડિયાનું ખાવાનું નાં ભાવે'
'મેં તો સોનું વિકસની ડબ્બીમાં મુકયું છે ...કહે છે કે એમાં મુકીએ તો પેલા મશીનમાં નાં દેખાય'
'અલી જવા દે ને...મેં બે જીન્સ પહેર્યા છે ને ઉપરથી આ પંજાબી,,વજન બેગમાં વધી ગયું અને મારા ભાઈ એ છેલ્લી ઘડીએ વસ્તુઓ મંગાવી'
'આપડે તો $ ૨૦ ની નોટ પકડાવી દઈએ એટલે પેલો સાહેબ જાતે આવીને સામાન બહાર મુકી આપે' (ઓહો!!)
'ઓય...આ બ્લેન્કેટ આપ્યા છે ઓઢવા તે મસ્ત છે...હેન્ડબેગમાં મુકી દેજે ઉતરતા'
અમુક લોકો પહેલીવાર પ્રવાસ કરતાં હોય તે યે ખબર પડી જાય...એવાજ એક કપલને જ્યારે બ્રેકફાસ્ટ આપ્યો ત્યારે એ કાકી બટરનું નાનું પેક લઈને કાકાને કહે કે....
' લો આ ખીસામાં મુકી દો ,,, ચોકલેટ લાગે છે' ;-)
અને છેલ્લે લગભગ બધા જ ધીરજ ગુમાવી દે છે...એરહોસ્ટેસના ઈશારા કે સૂચનાઓ બધાને ભૂલી પ્લેન ઉભું રહે તે પહેલાં બધા ઉભા થઇ જાય છે,,,જાણે રાષ્ટ્રગીત ગવાનું હોય. પછી તો એ ધક્કામુક્કીની હરીફાઈ ચાલુ. એક સેકન્ડ માટે શ્રીનાથજી યાદ આવી જાય...ત્યાં મંગળાનાં દર્શન વખતે ખાધેલો કોણીના મારનો આભાસ થઇ જાય. પણ એ જે હોય તે આ મુસાફરીમાં સહીસલામત ઉતરીને બહાર આવીએ એટલે પૈસા વસુલ.
પનોતી
રવિવારે સવારમાં જ ફોનની રીંગ વાગતાં રીનાએ કમને ફોન ઉઠાવ્યો.
'હેલ્લો'
'રીના ઉઠ અને તારા ટકલુંને પણ ઉઠાડ' સામે છેડે ભૂપો (ભૂપેન્દ્ર) એકદમ ખુશીમાં બોલ્યે જ જતો હતો.
રીનાએ થોડા અણગમાથી કહ્યું...
'ઓહ, કમ'ઓન ભૂપા, સન્ડે છે... '
'મેડમ, આજે બ્રેકફાસ્ટ મારા તરફથી...જલ્દી રેડી થાવ, મેં કાલે જ કાર લીધી... ૧૫ મિનીટમાં પહોચીશ' ભૂપો એની ઢોલકી વગાડે જતો હતો.
'તુ જરા બહાર જો યાર ....સ્નો છે ...ફરી કોઈ વાર...' રીના આગળ બોલવા જ જતી હતી ...
અને ભૂપાએ એને રોકી ' અરે યાર...ઈલીગલી આટલા વર્ષ રહ્યો, માંડ માંડ ગ્રીનકાર્ડ મળ્યું ને આ મારી પહેલી ખરીદી...તમારા બે સિવાય કોણ છે મારું??'
૧૫ મિનીટને બદલે પોણા કલાકે ભૂપો આવ્યો ને બોલ્યો...
'સાલાઓએ હજુ રોડ પણ સાફ નથી કર્યા...આપણે પાર્ક-વે લઈને જઈશું,,, ચાલો'
બધા કારમાં બેઠા, ટ્રાફિક ઓછો હતો ને જે હતા તે પણ બધા રોડ પર એકદમ ધીમેથી જ કાર ચલાવતા હતા. ટોલ ભરવાના બુથ આગળ લાઈન હતી એટલે કારમાં પોતાનો નંબર આવે એની રાહ જોતો ભૂપો ખુશીથી વ્હીસલ વગાડતો હતો ત્યાંજ પાછળથી એક કાર સ્લીપ થતા એને કંટ્રોલમાં કરવા જતા એ કારચાલકથી એની કાર થોડા હળવા આચકા સાથે ભૂપાની કારને અથડાઈ.
રીનાનો હસબન્ડ બહાર નીકળીને તરત જ જોઇ આવ્યો. બંને કારમાંથી કોઈ જ કારને કશું જ નુકશાન થયું ન હતું. એ બોલ્યો...
'ઓલ ઇઝ વેલ ...ચાલ બચી ગયા...તારી કાર લકી છે યાર'
પણ ભૂપાને આ વાત પચતી ન હતી. એની સેકન્ડહેન્ડ પણ એના માટે નવી કારને આમ જ કોઈ અથડાવે અને એ ચુપ કેમનો રહી શકે.
ગુસ્સામાં બબડતો ભૂપો નીચે ઉતાર્યો ને જોરથી બારણું બંધ કરવા ગયો પણ એના કારમોહના વશમાં લપટાયેલો હાથ ત્યાંજ ચોંટીને રહ્યો તો અંગૂઠાએ બારણા અને કારની વચ્ચે જ રહી જવું પડ્યું. એક દર્દનાક ચીસ સાથે એ બીજા હાથે અંગૂઠો દબાવતો કારના પાછળના ભાગને જોવા ગયો.
સ્લીપરી રોડ ભૂપાની ગુસ્સાભરી ચાલને મચક આપતા નહતા,,,એ બ્રેકડાન્સ કરતો હોય એ અદાથી પોતાનું બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરતો હતો ...પણ તો યે સાષ્ટાંગ દંડવત આખરે કરવા જ પડ્યા. માંડ માંડ ઉભો થયો...હવે ભૂપો સખત ભૂરાયો હતો.
કારની પૂંઠને જોવા જવાનો મોહ હવે ભૂપાને માટે વધીને બમણો થઈ ગયો. ત્યાં ફરી એક કાર કંટ્રોલ ગુમાવતા એ આવીને ભૂપાની કારને જે કાર અથડાઈ હતી એને અથડાઈ...ઉભી રહેલી અને એક વાર અથડાઈ ચૂકેલી એ કાર ફરી થોડી આગળ આવી અને ભૂપાની કાર ને અથડાવવા જતી જ હતી ને વચ્ચે ભૂપો આવી ગયો એનાં ઘુટણ સાથે. ૧ મિનીટમાં ૩ દર્દનાક ચીસો પાડી ને પાછો બડબડ કરતો એ કારમાં આવીને બેઠો.
બે અઠવાડિયા પછી સવારના પહોરમાં ફોનની રીંગ વાગતા રીનાએ ફરી કમને ફોન ઉઠાવ્યો તો સામે છેડે ભૂપાનો અવાજ આવ્યો...
'સાંભળ રીના...તુ ને તારો ટકલું પરવારીને સીધા અહીં આવો...લંચ માટે...પિત્ઝા ઓર્ડર કરી દઇશ, નવી કાર લઇ આવ્યો બીજી એની ખુશીમાં...પેલીને તો પાછી આપી આવ્યો...સાલી પનોતી હતી એ!!!' :))

દીકરી
ગાય અને ભેંસનાં દાન દેવાય,
જમીન,જાર પણ દાને દેવાય,
'કન્યાદાન' કહીને ક્યાં અર્થે
દીકરીને પારકે ઘરે દેવાય??
નામ લક્ષ્મીનું બોલીને સ્વાર્થે,
જન્મે તો કેમ નિસાસા દેવાય?
એની જ કૂખે દીકરોય જન્મે,
તો બેટીને શા માટે મારી દેવાય?
જમીન,જાર પણ દાને દેવાય,
'કન્યાદાન' કહીને ક્યાં અર્થે
દીકરીને પારકે ઘરે દેવાય??
નામ લક્ષ્મીનું બોલીને સ્વાર્થે,
જન્મે તો કેમ નિસાસા દેવાય?
એની જ કૂખે દીકરોય જન્મે,
તો બેટીને શા માટે મારી દેવાય?
Tuesday, July 5, 2011

માયા
મતભેદની માયા
એમાં જ ભરમાયા,
ઉંચનીચના ભેદ
એના હો પડછાયા
તુ-હું ને એનું વેર
સાથે લૈ ભટકાયા
માર્ગે એ પુર:સર
આડા થૈ ટકરાયા
એમાં જ ભરમાયા,
ઉંચનીચના ભેદ
એના હો પડછાયા
તુ-હું ને એનું વેર
સાથે લૈ ભટકાયા
માર્ગે એ પુર:સર
આડા થૈ ટકરાયા
Monday, July 4, 2011
હું
સમયની સપાટીનું જ સત્ય હું,
ડૂબકી મારી શું સમજી શકીશ તું?
આજને પણ પચાવી નહી શકી હું,
ભવિષ્યમાં શું મેળવી શકીશ તું?
આંખોથી વહીનેય નીકળી ગઈ હું
મનને કેવી રીતે જાણી શકીશ તું?
શબ્દ બની અફળાતી રહીશ હું,
પડઘાને કેમનાં રોકી શકીશ તું?
મારી સમસ્યાની અવધિ જ છું હું ...
વાર્તાને કેટલે સુધી લંબાવીશ તું??
કેમ?
દિવસે બારી બંધ ને
અંધારા કેમ રાખે??
રાતે બારી ખોલે ને
અંધારા કેમ ઝાંખે?
નિત્ય આભાસી ભ્રમને
મતિમાં કેમ રાખે?
મનના તેજથી ખુદને
કોસો દૂર કેમ રાખે?
દસ્તૂર
દસ્તૂર પ્રેમથી નીભાવ્યો,
મેં પત્થર પૂજીને,
એણે પત્થર બનીને...
મેં વ્યથા સહીને,
તો એણે ચૂપ રહીને...
મેં અશ્રુ બનીને,
તો એણે સ્મિત થઈને...
ચાલને સખી
સખી, ચાલને ફરી એકવાર મળીએ...
જે સપના જોયા હતા,
ને વાયદા કર્યાં હતા ,
એ યાદોના હિસાબકિતાબ કરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ...
પેલા આથેલા આમળા,
અને બરફના ગોળા,
એ સ્વાદના ચટાકા ફરી ભરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ...
ભણવાના બહાને,
નવલિકા વાંચતા,
ફરી એવા જ કોઈ નખરા કરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ.
છતાં પણ...
હું ક્યાં કશું કરી જ શકી?
ખુદને પણ પાછળ મૂકી...
ખાલી સાત ફેરા ફરી શકી,
મેઘધનુષના રંગો થકી...
જીવનમાં રંગ ભરી શકી,
આંખોમાં ક્યાંક આંસુ રોકી...
હોઠોથી સ્મિત દઈ શકી,
છતાં પણ ...હું ક્યાં કશું કરી જ શકી??
Subscribe to:
Posts (Atom)