રવિવારે સવારમાં જ ફોનની રીંગ વાગતાં રીનાએ કમને ફોન ઉઠાવ્યો.
'હેલ્લો'
'રીના ઉઠ અને તારા ટકલુંને પણ ઉઠાડ' સામે છેડે ભૂપો (ભૂપેન્દ્ર) એકદમ ખુશીમાં બોલ્યે જ જતો હતો.
રીનાએ થોડા અણગમાથી કહ્યું...
'ઓહ, કમ'ઓન ભૂપા, સન્ડે છે... '
'મેડમ, આજે બ્રેકફાસ્ટ મારા તરફથી...જલ્દી રેડી થાવ, મેં કાલે જ કાર લીધી... ૧૫ મિનીટમાં પહોચીશ' ભૂપો એની ઢોલકી વગાડે જતો હતો.
'તુ જરા બહાર જો યાર ....સ્નો છે ...ફરી કોઈ વાર...' રીના આગળ બોલવા જ જતી હતી ...
અને ભૂપાએ એને રોકી ' અરે યાર...ઈલીગલી આટલા વર્ષ રહ્યો, માંડ માંડ ગ્રીનકાર્ડ મળ્યું ને આ મારી પહેલી ખરીદી...તમારા બે સિવાય કોણ છે મારું??'
૧૫ મિનીટને બદલે પોણા કલાકે ભૂપો આવ્યો ને બોલ્યો...
'સાલાઓએ હજુ રોડ પણ સાફ નથી કર્યા...આપણે પાર્ક-વે લઈને જઈશું,,, ચાલો'
બધા કારમાં બેઠા, ટ્રાફિક ઓછો હતો ને જે હતા તે પણ બધા રોડ પર એકદમ ધીમેથી જ કાર ચલાવતા હતા. ટોલ ભરવાના બુથ આગળ લાઈન હતી એટલે કારમાં પોતાનો નંબર આવે એની રાહ જોતો ભૂપો ખુશીથી વ્હીસલ વગાડતો હતો ત્યાંજ પાછળથી એક કાર સ્લીપ થતા એને કંટ્રોલમાં કરવા જતા એ કારચાલકથી એની કાર થોડા હળવા આચકા સાથે ભૂપાની કારને અથડાઈ.
રીનાનો હસબન્ડ બહાર નીકળીને તરત જ જોઇ આવ્યો. બંને કારમાંથી કોઈ જ કારને કશું જ નુકશાન થયું ન હતું. એ બોલ્યો...
'ઓલ ઇઝ વેલ ...ચાલ બચી ગયા...તારી કાર લકી છે યાર'
પણ ભૂપાને આ વાત પચતી ન હતી. એની સેકન્ડહેન્ડ પણ એના માટે નવી કારને આમ જ કોઈ અથડાવે અને એ ચુપ કેમનો રહી શકે.
ગુસ્સામાં બબડતો ભૂપો નીચે ઉતાર્યો ને જોરથી બારણું બંધ કરવા ગયો પણ એના કારમોહના વશમાં લપટાયેલો હાથ ત્યાંજ ચોંટીને રહ્યો તો અંગૂઠાએ બારણા અને કારની વચ્ચે જ રહી જવું પડ્યું. એક દર્દનાક ચીસ સાથે એ બીજા હાથે અંગૂઠો દબાવતો કારના પાછળના ભાગને જોવા ગયો.
સ્લીપરી રોડ ભૂપાની ગુસ્સાભરી ચાલને મચક આપતા નહતા,,,એ બ્રેકડાન્સ કરતો હોય એ અદાથી પોતાનું બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરતો હતો ...પણ તો યે સાષ્ટાંગ દંડવત આખરે કરવા જ પડ્યા. માંડ માંડ ઉભો થયો...હવે ભૂપો સખત ભૂરાયો હતો.
કારની પૂંઠને જોવા જવાનો મોહ હવે ભૂપાને માટે વધીને બમણો થઈ ગયો. ત્યાં ફરી એક કાર કંટ્રોલ ગુમાવતા એ આવીને ભૂપાની કારને જે કાર અથડાઈ હતી એને અથડાઈ...ઉભી રહેલી અને એક વાર અથડાઈ ચૂકેલી એ કાર ફરી થોડી આગળ આવી અને ભૂપાની કાર ને અથડાવવા જતી જ હતી ને વચ્ચે ભૂપો આવી ગયો એનાં ઘુટણ સાથે. ૧ મિનીટમાં ૩ દર્દનાક ચીસો પાડી ને પાછો બડબડ કરતો એ કારમાં આવીને બેઠો.
બે અઠવાડિયા પછી સવારના પહોરમાં ફોનની રીંગ વાગતા રીનાએ ફરી કમને ફોન ઉઠાવ્યો તો સામે છેડે ભૂપાનો અવાજ આવ્યો...
'સાંભળ રીના...તુ ને તારો ટકલું પરવારીને સીધા અહીં આવો...લંચ માટે...પિત્ઝા ઓર્ડર કરી દઇશ, નવી કાર લઇ આવ્યો બીજી એની ખુશીમાં...પેલીને તો પાછી આપી આવ્યો...સાલી પનોતી હતી એ!!!' :))

No comments:
Post a Comment