સમયે ક્યાં કોઈ પુરાવા રાખ્યા છે,
તારીખોમાં આમજ જકડી રાખ્યા છે,
હકીકતની આંખોમાં ધરાર ધૂળ ઝોંકી,
આંસુને પહેલેથી સંઘરી રાખ્યા છે,
નભની નરમાશને કોરે ધકેલીને,
કાળજા ય કઠણ કરીને રાખ્યાં છે,
ભવની ભવાઈમાં હાથથી કંડારીને,
આબેહૂબ ઐતિહાસિક જ રાખ્યા છે.
~ધૃતિ...
No comments:
Post a Comment