ધરતીના ટુકડાને થોડું કંઈ નડે,
અંદરથી જ આપણને બધુંય નડે,
દેશ અને વિદેશ તો કહેવાની વાતો,
બાકી માણસાઈ જ્યાં ત્યાં ટૂંકી પડે,
હોય ઘર કે શેરી યાતો ગામ કે મુલક,
ભવાડા અદાવતના અદાલતે ચડે,
હું સાચો તું ખોટો થૈ શાંતિની પરિભાષા,
સત્યમેવ જયતેની ઓથ લૈ લડે.
~ધૃતિ...
Liked it!
ReplyDeleteહોય ઘર કે શેરી યાતો ગામ કે મુલક,
ReplyDeleteભવાડા અદાવતના અદાલતે ચડે,
વાહ!!