Thursday, August 25, 2011

આઘાત...

સમય સમયની વાત છે,
બદલાતી માણસજાત છે,

પૂનમના પડીકે બંધાઈ,
અમાસને નડેલી રાત છે,

મીઠી એ યાદોને માથે આજે,
ખારા આંસુની મોટી ઘાત છે,

ઉલેચ્યું બંનેએ સાથે ને...
એકલી બચી એ આઘાત છે.
~ધૃતિ...

1 comment:

  1. પૂનમના પડીકે બંધાઈ,
    અમાસને નડેલી રાત છે,

    વાહ!!
    શું સરસ વાત છે??

    ReplyDelete