સખી, ચાલને ફરી એકવાર મળીએ...
જે સપના જોયા હતા,
ને વાયદા કર્યાં હતા ,
એ યાદોના હિસાબકિતાબ કરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ...
પેલા આથેલા આમળા,
અને બરફના ગોળા,
એ સ્વાદના ચટાકા ફરી ભરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ...
ભણવાના બહાને,
નવલિકા વાંચતા,
ફરી એવા જ કોઈ નખરા કરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ.
No comments:
Post a Comment