આખા ભારતમાં ઉજવાતા દરેક તહેવારનો રાજા એટલે આપણાં ગરબા. ગુજરાતથી શરૂ થયેલા ગરબા ગુમતા ગુમતા આખા ભારત અને હવે તો વિશ્વવ્યાપી થઇ ગયા. ઓફકોર્સ આ તહેવાર જ ભગવાનને અર્પણ છે એટલે ઉપર દેવલોકમાં પણ ઉજવાતો જ હશે...આઈ એમ ૧૦૦% સ્યોર.
વર્ષો પહેલાં દેશમાંથી પહેલીવાર વિદેશ જતાં ગુજરાતી પરિવારની બેગમાં મસ્ત ચણીયાચોળી-ઓઢણી અને દાંડિયા જોવા મળે જ. હવે તો ગુજરાતી હોય કે નોન-ગુજરાતી વિદેશ જવા નીકળે એટલે પહેલું ચેક કરે કે પાસપોર્ટ, ટીકીટ,દાંડિયા અને ગરબા માટેના કપડાં મુક્યા છે કે નહી.
ગુજરાતના ગરબાની તોલે ક્યાંયના ગરબા ન આવે. ભલે ને દરેક ફળિયાના લાઉડસ્પીકરો એકબીજાથી સારા દેખાવાની હુંસાતુંસી કરે પણ ગરબા ગાવા વાળાને એ બધુ કશું જ ન નડે. અ રે ઊંઘમાં પણ સંભળાય એ અવાજ તોયે ચાલે. ત્રણ તાળી, બે તાળી, દોઢિયું. રાસ, રમઝણીયું અને પેલુ શું કહે,,,,હાં...સનેડો. એક સર્કલની અંદર બીજુ, ત્રીજું એમ જલેબી જેવા સર્કલ થતાં જ હોય. તાલમાં અને લયમાં ગરબા ગાતા લોકો ત્યાં એકબીજાને વારંવાર ટકરાતા હોય પણ પ્રેમભાવના જળવાયેલી રહે.
પારંપરીક ડ્રેસકોડ આમ તો જળવાયેલો જ છે ગરબાનો...ફક્ત વર્ષે વર્ષે થોડો થોડો અપગ્રેડ થાય. ગુજરાતી મુવી હોય તો ગરબો હોય એ તો સ્વાભાવિક છે પણ વર્ષો પહેલાં નૂતને સરસ્વતીચંદ્ર મુવીમાં પણ ગરબાને જમાવ્યો હતો. ત્યાર પછી ખાલી બે કે ત્રણ જ હિન્દી મુવીમા આવ્યો આપણો ગરબો. જમાનો તો ઘણો આગળ વધી ગયો,,, ગરબા તો દરેક જગ્યાએ જાણે કમ્પલસરી થઇ જ ગયા તો પછી બોલીવુડ કેમ આવો અન્યાય કરે છે આપણી જોડે? ચીપ આઇટમ સોંગ રાખે છે એના બદલે આપણો એક મજાનો ગરબો કેમ નહી? નવી સ્ટાઈલમાં દેરક મુવીમાં એક ગરબો તો રાખવો જ જોઈએ. ખબર તો પડે કે રીયલ ડાન્સ કોને કહેવાય. નવ મીટર કપડાંના ઘાઘરા સાથે અને ભરચક ઓક્સીડાઈઝ્ડ જ્વેલરી સાથે એ આઇટમ ડાન્સ કરતી હીરોઈનોને પાંચ રાઉન્ડ દોઢિયાના એકદમ ફાસ્ટ સ્પીડે કરાવી જોવે તો ખારા. ગરબા પછી એકદમ ભાવથી માતાજીની આરતી કરી અને પ્રસાદ સાથે બીજુ બધુંય ગુજરાતી ફૂડ એક ગુજરાતી જ પચાવી શકે અને તે પણ બીજે દિવસે એટલી જ સ્ફૂર્તિથી ફરી ગરબા રમવા કોઈ પણ નખરા વગર હાજર પણ રહી શકે.
આજ સુધી જેટલા પણ કોમેડી શો જોયા છે તે દરેક શોમાં કોમેડીયન કોઈ ને કોઈ ગાયક કે એક્ટરની ડાન્સની નકલ કરતા જોયા છે. ક્યારેય કોઈ કોમેડિયનની મજાલ છે કે એ કોઈ એક્ટર ગુજરાતી ગરબો કઈ સ્ટાઈલમાં કરી શકે એની નકલ કરે. સલમાનખાને હમ દિલ દે ચૂકે સનમમાં જે ગરબા પર સ્ટેપ કર્યાં છે તે સ્ટેપ પર શાહરૂખ કે અભિષેકની સ્ટાઈલમાં કોઈ કોમેડિયન કેમ કશું કરતાં નથી? ગુજરાતી મુવીઝમાં જે ગરબા થાય છે તેના પર હિન્દી મુવીના એક્ટર કેવા લાગે એની નકલ કેમ કોઈ કરી જ નથી શકતું ? આપણે તો ગુજરાતી મુવીઝ્માં આપણાં ગરબા સાથે હિન્દી મુવીઝમાં થાય છે એવાય ગાયન રાખીએ તો છે જ ને. આ બોલીવુડયાઓ દરેક મુવીમાં આપણા ખાખરા ને ફાફડા લઇ આવ્યાં અને જોડે કાન્તાબેન પણ... તો પછી ગરબા કેમ નહી??
અ રે આપણે તો ઉલટાનું બીજા બધાને ખોટું ન લાગે એટલે ગરબા પછી કે ચાલુ ગરબાએ પણ ભાંગડા કે ડિસ્કો પણ કરીએ. બોલીવુડના ગાયનો પર પણ ઠુમકા લગાવીએ અને બોલીવુડ વાળા આપણી કિંમત ખાલી ઉધીયું, ગાંઠીયા,જલેબી અને બહુ બહુ તો 'કેમ છો' મુવીમાં ચિપકાવીને કરે...નોટ ફેર.
હું જાણું છું આ વાંચીને તમારો ગુજરાતી જીવ આજે નક્કી કોઈ સ્ટેપ લેવા વિચાર કરવાનો જ, પણ એક વાતની ચોખવટ કરી દઉં કે આ મુદ્દો બોલીવુડના ધ્યાનમાં લાવવા માટે કોઈ જ ઉપવાસ કરવાની જરૂર નથી કારણ કે નવરાત્રી નિમિતે આપણે તો આમ પણ માતાજીના ઉપવાસ કરતાં જ હોઈએ છીએ તે પણ કોઈ પરમીશન કે રોકટોક વગર.
હું તો કહું છુ કે આ બધા ભ્રષ્ટાચારીઓ ને પણ ચઢાવો નવ દિવસ ગરબાના ચકરડે. પેલા નોન-સ્ટોપ સાત દિવસ સાયકલ ચલાવે છે ને ગરીબ માણસો પેટ ભરવા... એમજ આ લોકોને નવ દિવસ નોન-સ્ટોપ ગરબા ગવડાવો...એ પણ અસલ માતાજીનાં. પછી જોજો અહીં ભરેલાં પેટ કેવા ખાલી થશે. ગરબાની તાકાતનો અંદાજો હજુ આ લોકોને નથી. પુણ્ય મળે ને પાપ ઘટે તે પણ ધાર્મિકતાથી.
આ લેખ વાંચીને હવે પછી જો ચિત્રજગતમાં ફેરફાર થાય તો એનાં બધા રાઈટ્સ આ લેખ લખનાર લેખિકાના રહેશે. જો કોઈ કોમેડિયને આ વાંચીને આઈડિયા લેવો હોય તો લેખિકાને સંપુર્ણ ક્રેડીટ સાથે ચેક મોકલવાનો રહેશે. અને ભારતમાં રામરાજ્ય સ્થપાય તો હવે પછીના ઇતિહાસમાં લેખિકાનું નામ સુવર્ણ અક્ષ્રરોમાં લખવુ. જય માતાજી.
~ધૃતિ...

No comments:
Post a Comment