Monday, July 4, 2011

હું


સમયની સપાટીનું જ સત્ય હું,
ડૂબકી મારી શું સમજી શકીશ તું?

આજને પણ પચાવી નહી શકી હું,
ભવિષ્યમાં શું મેળવી શકીશ તું?

આંખોથી વહીનેય નીકળી ગઈ હું 
મનને કેવી રીતે જાણી શકીશ તું?

શબ્દ બની અફળાતી રહીશ હું,
પડઘાને કેમનાં રોકી શકીશ તું?

મારી સમસ્યાની અવધિ જ છું હું  ...
વાર્તાને કેટલે સુધી લંબાવીશ તું??    

1 comment:

  1. મારી સમસ્યાની અવધિ જ છું હું
    વાર્તાને કેટલે સુધી લંબાવીશ તું??

    વાહ..

    વાર્તાને અધૂરી છોડવી સારી નથી..
    કચ્ચી કલીને તોડવી સારી નથી.

    ReplyDelete