નામ તો અહીં પણ અમે રોશન કર્યુ છે, ભારતનું. મોટી મોટી કંપનીમાં મોટી મોટી પોસ્ટ. અરે, ડોક્ટરની યાદી જોઈ છે અહીં?? અડધાથી વધારે અમે જ!!
હોટલ કહો કે મોટેલ કહો,,, એ લોબીમાં પણ અમે. 7-11, Subway, Dunkin Donuts, Pharmacy,Car Dealership...you name it we have it!! અરે, હવે તો સ્વબળે છેક વ્હાઈટહાઉસ સુધી પહોંચ્યા છે,,,સાચ્ચે કોઈ પણ લાગવગ વગર!! આમ તો મહેનતુ અમે ખરાં જ.
નોકરી કે ધંધો કરીને ઘર લઈએ, ગાડી લઈએ,,,સાહ્યબીમાં રહીએ એવુ તમે સમજો, બાકી વાત એમ છેને કે અમને અહીં બાપ-દાદાનાં મકાનમાં નહી રહેવાનું મળેને એટલે ઘર તો લેવુ જ પડે,,, જે હોય અમેરીકન સ્ટાઈલનું!! પાછી ગાડી તો જોઈએ જ કારણ કે અહીં દેશ જેવી બસ કે ટ્રેનની સગવડ બધે નહી હોય, અને રીક્ષા તો દેશીહિસાબમાં ફોટામાં જોઈએ!! હવે ગાડી પણ અહીંની...એટલે તમને બધાને એમ લાગે કે અમારે તો જલસા છે બાપુ. પણ અમારા માંથી ઘણા એવા હશે જેમને કામનાં લીધે દિવસના એમનું પોતાનું ઘર કેવુ દેખાય છે તે ખબર જ નહી હોય,,, લો બોલો હેં!!
અમારા સંતાનને આમ તો ભૌતિક સગવડ મળે પણ સાથે સાથે તેઓ તેમની જવાબદારી પણ ઉઠાવે તો છે જ હોં કે!...તમારી જેમ નોકર ચાકર નહી જોયા હોય ને એટલે શું કરે?? ઘરમાં પણ મદદ કરે, ભણે અને પોતાના ખર્ચા જાતે ઉઠાવે, આમ તો એ કોઈ ધાડ નથી મારતા પણ થયું કે તમારાથી શું છુપાવવાનું??
અમે હવે તો પ્રગતિશીલ ભારતમાં થોડા જુનવાણી લાગવા માંડ્યા, કારણકે અમે અહીં દેશને અમારી સાથે રાખવા પ્રયત્ન કરીએ અને તમે આ વિદેશને. અમારા વેકેશનમાં પહેલુ નામ India આવે...માનશો તમે? આખુ વર્ષ કામ કરીએ પણ રજા તો ત્યાં જ. વાત એમ છેને કે તમારા બધા માટે એક અમે જ ત્યાં નથી, પણ અમારા માટે તો અમે એકલા અહીં, ને અમારા બધા ત્યાં, એટલે તમને ગમે કે નહી ગમે અમે વર્ષે દાડે બેગો ભરીને દેશ માં તો આવીએ જ.
અમારા વાર-તહેવાર શની-રવી પર જ ઉજવીએ, પણ ઉજવીએ એ વાત નક્કી,,, સાંભળ્યુ છે કે હવે દેશમાં દિવાળી કરવા તમે કોઈ હીલ-સ્ટેશને જાવ છો?? અને અમે અહીં અમારા બાળકોને ત્યાંની પરંપરાની કથા કહીએ,,, કશો વાંધો નહી...ધીમે ધીમે અમારા ABCD કહેવાતા છોકરાઓ ત્યાં દેશમાં આવીને હવે અમારી શની-રવી વાળી દિવાળીની વાતો કહેશે. અમારા અહીંના ગરબાની તો વાત જ નહી પુછો. કોઈ પણ સ્ટેટમાં જાવ ગરબા તો હોય જ, અને એ મસ્ત તૈયાર થઈને અમે ઉપર જેકેટ ચઢાવીને જઈએ, ઠંડી હોય ને,,, પણ મજાલ છે કે કશું પણ અમે વચ્ચે આવવા દઈએ જ્યારે વાત આપણા તહેવારની હોય!!
હિન્દી પીકચર જોઈને અમે તો ખુશ ખુશ,,,, હમણાનું જો કે એમાં પણ વધારે અમને વિદેશ જ દેખાય છે, ચાલો કોઈ વાંધો નહી...હવે તમે ખુશ થાવ. ભરતનાટ્યમ, કથ્થક, શાસ્ત્રીયસંગીત આ બધુ પાછા મોટા નાના બધાને શીખવુ પણ ગમે,,,શું થાય અમે થોડા બળી જઈએ છે કે ત્યાં તમે બધા આ શીખો ને અમે કેમ રહી જઈએ!!...
હાં, થોડી વાત કરવાની રીત અમારી બદલાઈ ગઈ છે, વાતે વાતે 'YA' બોલાઈ જાય છે. અને તમારા બધા ની આ વાત અમને ખુબ જ ગમી કે હવે તમે પણ અમે જુદા નહી પડીએ એટલે 'YA, YA' કરવા લાગો છો. હવે તો તમે બધા પણ ખુશ હશો કે મોલ અને મલ્ટીપ્લેકસની જહોજલાલી છે. અમારે અહીં ચાઈનાની બનાવટની વસ્તુ કરતા ઘણું સારૂ મળતુ થઈ ગયુને!!...એ વાતનો ઉપકાર તો હવે નહી ભુલાય કે અમને આપ સૌએ ખરીદીને બેગો ભરવાના ત્રાસથી મુક્ત કર્યા. એટલે કોણે શું આપ્યું? ને કેટલુ આપ્યું?... એ કકળાટ જ બંધ!! નહી તો પાછુ છે ને હવે બેગમાં ખુબ જ ઓછુ વજન લાવવા દે, તો ત્યાં બધાના મન નહી સચવાય ને!!
પેલી કહેવત છે ને કે 'ભુવો ધૂણે તો પણ નાળિયેર ઘર ભણી ફેંકે',,, અમે NRI આ વાતમાં ખુબ જ શ્રધ્ધા રાખીએ. કેટલુ પણ કમાઈએ વિદેશમાં પણ ભરીશું તો દેશ જ!! એટલે આમ તો ભલે અમને $ નો સ્ત્રોત ગણો, કે થોડા અલગ ગણો કે પછી થોડા બદલાયેલા ગણો,,, પણ વાત એમ છે ને કે દિવાળી આવે છે,,, તો થયું કે સિક્કા ની આ ઝાંખી પડી ગયેલી બાજુ જરા સાફ કરીને આપણા બધાને દેશમાં બતાવીએ!! ને જે કાંઈ અમારા માટે ત્યાં બધાને ગલતફહેમી છે તે દુર કરીએ. ચાલો ત્યારે મળ્યા પછી, ભારત માં સૌને અમે બધા NRI તરફ થી રામ રામ.
No comments:
Post a Comment