નંબર, આંકડા આ બધા સાથે આપણો સંબંધ એક અલગ જ છે. એના વગર કોઈ વાત સમાપ્ત નહી થાય. જન્મ કે મરણ,,, આ બધુ યાદ પણ એક નંબરથી રાખીએ છીએ. કેટલામો મહીનો જાય છે થી માંડીને કેટલામી પુણ્યતીથી!!
બાળક જન્મે ત્યારથી એની જન્મ તારીખ અને જન્મનો સમય પણ આંકડામાં કેદ. તેના વગર તો જન્માક્ષ્રર નહી બને. રાશી કઈ અને કેટલા અક્ષ્રરની છે,,, એમાં પણ નંબર તો છે જ!!...છઠ્ઠે દિવસે વિધાતાને લેખ લખવાનું આમંત્રણ હોય અને સવા મહીનો પતે પછી મંદિરમાં જવાનું નિમંત્રણ. ગજબ છે આ નંબરના ખેલ...નવ મહીના માના પેટમાં,,, ને વધારે રહી પડે તો પણ ગણત્રી શરૂ કે એક અઠવાડીયુ ઉપર થયુ.
અમુક વર્ષે સ્કૂલમાં જવાનું. ને દર વર્ષે એક આગળના ધોરણમાં જવાનું,,,અને આ બધુ કરવા સારા નંબર સાથે પાસ થવાનું... એ કેમ ભુલાય? કેટલા ભાઇ? કેટલી બહેન? કુટુંબ માં કેટલા સભ્ય? આપણે નામ કદાચ કોઈવાર ભુલી જઈએ અથવા તો ક્યારે મળવાનું પણ નહી થાય,,,પણ નંબરથી યાદ રાખીએ બધાને કે...ફલાણા ભાઇને આટલા કાકા ને આટલા સંતાન છે!!
બાળકને ૩૨ પૂતળીની વાર્તા કહેવાની. થોડુ મોટુ થાય એટલે નંબર, ઘડિયા, ચાર દિશા,૧૨ મહીના, અઠવાડીયાના ૭ દિવસ, બે હાથ, બે પગ, એક માથુ અને કરોડો નંબર,,, આ બધુ શીખવીને નંબરજીવી બનાવી દેવાનો. પછી તો...બારમુ પાસ થાય એટલે...કેટલા ટકા આવ્યા? કોલેજમાં જાય પછી ...હવે કેટલા વર્ષ ભણવાનું રહ્યું?...એ પણ એક નંબર રૂપી સવાલ હોય જ!! પછી તો ચાલુ થાય વ્યવકારીક નંબરી સવાલ,,,ઉમર કેટલી? કમાવ કેટલુ? ઘરમાં કેટલા જણ રહો છો? કમાલ છે ને ,,, દરેક જવાબમાં એક આંકડા ની આશા. લગ્ન વખતે ૭ ફેરા ફરો એટલે સજોડાના સવાલ,,,અને નંબરી જવાબ. એ જ,,, કેટલા વર્ષ પછી સંતાન? કેટલા સંતાન?...અને આ સીલસીલો ચાલુ થાય ને તે બધો પાછો ઉપર જણાવેલા નંબર સાયકલ માંથી પસાર થાય.
ઘર લેતા સાથે જ સવાલનો જે મારો થાય તેમાં પણ નંબરના જ ફૂલ વરસાવવાના,,,જેમ કે...કેટલા સ્કેવર ફીટ? કેટલામે માળૅ? કેટલા બેડરૂમ? સરનામુ આપો તે પણ હવે વધતા જતા વસ્તીનાં આંકડાને લીધે પહેલા જેવુ નથી રહ્યું કે ફલાણા ટેકરાની સામે કે ઢીકણા વડની સામે એમ કહીને છટકી જવાય. હવે તો સરખો ઘર નો નંબર આપવો પડે અને એ પણ ઘરનાં ફોન નંબર અને પોતના મોબાઈલ નંબર સાથે.
નોકર કેટલા? કેટલી રજા પાડે? કેટલો પગાર? આ બધા પંચાતીયા સવાલના જવાબમાં પણ નંબર છુપાએલા હોય છે. 'અરે!! મહેમાન આવ્યા છે? મને તો ખબર જ નહી, હું તો એક વા્ડકી ખાંડ લેવા આવી હતી,,,કેટલા જણ આવ્યા છે? કેટલા દિવસ રોકાવાના?'... આ બધા પાડોશી પ્રેમના પણ જવાબ તો નંબર જ!! સાચુ કહેજો,,,વેકેશન પર તમે ચુપચાપ જઈ શક્યા છો? નહી ને!!...' કેટલા દિવસ માટે ઉપાડી? આ વર્ષે તો બીજુ વેકેશન, હેં!! જલસા છે'... એમ કહીને તમે જે જલસા કરો એને પણ નંબરથી નવાજી દે. તમે જાવ અને આવો ત્યારે કેટલી બેગ લઈ ગયા.. ને કેટલી લાવ્યા... તે પણ નંબર નોંધી રાખે મગજમાં. તબીયત બગડે એટલે પાછુ ચાલે,,, આ ત્રીજી વાર માંદો પડ્યો, ચાર ડોક્ટર બદલ્યા. પેલાને આ બીજો એટેક આવ્યો, એક વાર બાયપાસ થઈ ગયુ છે, ખબર છે?? એમની સાડાસાતી ચાલતી લાગે છે...એમાં પણ પુરા સાત અને અડધો નંબર!!
ટીવીની વાત તો અજબની,.. ચેનલના નંબર તો સમજ્યા અને કઈ સીરીયલ કેટલા વાગે અને કેટલી વાર,,, એ પણ ચાલો જવા દઈએ...પણ તેની વાતો થતી સાંભળી છે?... 'પેલીની સાસુ જોઈ, એક નંબરની લુચ્ચી છે!'. પાછા સાસુ પણ રહી નહી જવા જોઈએને એટલે એ પણ ટાપસી પુરે..." જો પેલા બીચારા માજી, બે બે વહુ છે પણ બે રોટલી સુખે ખાવાની નથી!'...તમે તેઓની ફોન પર થતી વાત સાંભળી છે?? કુમોન (kumon) ગણીતના ક્લાસીસ ચલાવતા ધુરંધરો પણ ચક્કર ખાઈ જાય એટલા નંબર આવે જેમ કે..." આજે અગીયારસ ને, એટલે પાંચ દાડા પછી બીજ, તે આપણે ચોથે જઈશું, બપોરે એકની બસમાં ને બે દાડા પછી સવારે નવની બસમાં પાછા!!!" ટીવીમાં આવતી જહેરાત ને અને નંબર ને તો બહુ બને,,,મેગી બે મીનીટ માં બને તો આપણુ ચેતક પહેલી કીકમાં ચાલુ!!! પાછુ ટીવી જોતા કોઈ ને કહેવુ પડે કે આ કુકર ૩ સીટી એ બંધ કરજો.
આ તો ચાલુ જ રહેવાનું. પછી ફેસ બુક પર ફ્રેંન્ડનાં વધતા જતા નંબર હોય કે કેટલી કોમેન્ટ આવી છે એની નોંધ લેતા નંબર. સમાચાર પત્રમાં મરણનો આંકડો કે શેરબજારનો આંકડો. ચુટણીમાં ઉભેલા ઉમેદવારનો હોય કે મળેલા મતનો આંકડો. કેસીનોમાં તો માણસ મટી એક આંકડો જ થઈ ને રહી જાય. જેલમાં પણ નંબર. અરે! ઘણા અંગ્રેજો તો પોતના નામ પાછળ પણ નંબર લટકાવી દે. પાછા નંબરમાં પણ શુભ અને અશુભ, ઘણા ૧૩ નંબર અશુભ ગણે પણ ધનતેરસે ધન પૂજે!!
આ બધામાં ભગવાન પણ આવી જાય. ચૌદ વર્ષનો વનવાસ હોય કે ૧૦ અવતાર, ૩૩ કરોડ દેવ-દેવતા કે ૪ વેદ. અને ૮૪ લાખ જનમ કેમ ભુલાય?? ભગવાન પર રીસ ચઢે ત્યારે કહીએ કે "આ બે હાથ ને ત્રીજુ માથુ જોડુ છુ,,,હવે બે પાંદડે કર!!"
ગાયનમાં પણ નંબર તો જોઈએ જ...'એક રાત મે દો દો ચાંદ ખીલે..." જેવુ જુના પીકચરનું ગાયન હોય કે...'એક, દો, તીન,ચાર' ....વાળુ માધુરીનું ગાયન...નંબર વગર બધુ અધુરુ!! મુવીના નામમાં પણ નંબર,,,'નૌ દો ગ્યારા, દસ નંબરી, દો આંખે બારા હાથ"...ચાલો ત્યારે તમારુ મગજ તો હવે બાકી રહેલા મુવી ના નંબર વાળા નામ શોધવા માં વ્યસ્ત, હેં ને??
બેન્કબેલેન્સના આંકડા જોઈને માણસની કદર કરતા આપણે ક્યારે પણ સુખ અને દુઃખને નંબર નહી આપ્યો. સંતોષને પણ આંકડામાં નથી ભરવ્યો. યુધ્ધ પર જતા સૈનીક જ્યારે કોફીનમાં આવે છે ત્યારે એને નંબર આપીએ છીએ પણ એની બહાદુરી કે એના પરીવારને પડતી ખોટને નંબરમાં નહી સમાવી શક્યા. સરહદને નબરમાં માપી પણ નફરતને નંબરમાં કેદ નહી કરી.
સારુ છે કે ભારતે શૂન્યને શોધી બતાવ્યુ નહી તો આ નંબરનો વંશવેલો અટકી જાત! મને એમ થાય છે કે લાવ ગણી કાઢુ કે આ લેખમાં કેટલી વાર નંબર અને આંકડો લખાયું છે? શું કહો છો?? ચાલો ત્યારે આપના તરફથી એકાદ અભિપ્રાયના આશા સાથે આ નંબ કરી દે તેવો નંબરી લેખ સમાપ્ત કરૂ છુ. અને આશા રાખુ છુ કે આપણાં ભારતીય કેલેન્ડર પ્રમાણે કારતક સુદ એકમે બેસતુ વિક્રમ સંવત ૨૦૬૭ નું નવુ વર્ષ જે અંગ્રેજી કેલેન્ડરના નવેમ્બરની ૭ તારીખે છે તે આપ સૌને ખુબ જ ફળે.

This comment has been removed by the author.
ReplyDeleteઆ ધ્રુતિકા પણ ભાઈ ભારે જબરી;
ReplyDeleteએ પણ લખવા લાગી એક નંબરી..