પૂછેલા પ્રશ્નનો
જવાબ આપતા,
વર્ષો વીતી ગયા...
હવે સવાલ વધી ગયા.
ચીંધેલા વાંકની
માફી માંગતા,
વર્ષો વીતી ગયા...
હવે આક્ષેપ વધી ગયા,
પડેલી ફૂટને
મનથી જોડતા,
વર્ષો વીતી ગયા...
હવે અંતર વધી ગયા.
સંપૂર્ણ ભાવથી
મદદ માંગતા,
વર્ષો વીતી ગયા...
હવે અભાવ વધી ગયા.
No comments:
Post a Comment