Thursday, October 20, 2011

પુષ્યનક્ષત્ર

નક્કી કોઈ વાત નડી છે,
અમથી થોડી જીદે અડી છે,

ઈશારે બહુએ ચેતવ્યા,
તો યે કોઈને ક્યાં પડી છે,

છાપામાં ફોટો એનો જોઈને,
એ ચોધાર આંસુએ રડી છે,

સોનાનાં કડલા માટે શુભ...
આ પુષ્યનક્ષત્ર ઘડી છે,

એને તો દિવાળીની ઘડી છે,
ને પતિને પૈસાની પડી છે.

~ધૃતિ...

1 comment: