કોઈ પણ બીક એટલી ભયાનક નથી હોતી,,,જેટલી એની કલ્પના. કપરી પરિસ્થિતિમાં કેમનું વર્તવું જાણતા હોવા છતાં લગભગ બધા જ ગભરાટમાં અલગ જ વર્તે છે. 'ભય' એ એક જ શબ્દ મગજને ઓવરટાઈમ કરવા મજબૂર કરતો હોય છે...અને તે પણ જે હોય તેનાથી વધારે ભયાનક ચિત્ર ઉપજાવીને.
એક બહેને પોતાનાજ સ્ટોરમાં દરેક કામ કરતા એમ્પ્લોઈઝને ચોખ્ખીચટ ભાષામાં કહ્યું હતું કે...
'જ્યારે પણ કોઈ ધાડપાડુ આવીને કશું પણ માંગે કે કશું પણ ઉઠાવે તો સામે દલીલ કરવી નહી,,,અને તે જે કરે તેમાં ડખો કરી પોતાની જાન ખતરામાં નાખવી નહી ...બને તો નજીકનું બઝર પ્રેસ કરવું જેથી પોલીસને અને બીજા એમ્પ્લોઈઝને સિગ્નલ મળે.'
એકવાર સ્ટોર બંધ કરવાના સમયે જ એક ૬ ફૂટનો ૨૦ વર્ષનો છોકરો આવ્યો...ચોકલેટ લઈને $ આપ્યા,,,ને જોગાનુજોગ એ બહેન જ હતા કાઉન્ટર પર...જેવું કેશરજીસ્ટર ખોલ્યું કે પેલા છોકરાએ બધા $ બંન્ને હાથે અંદરથી લઇ લીધા...ગભરાટમાં એ બહેન એનો એક હાથ પકડી ને મોટેથી બીજા કામ કરતાં એમ્પલોઈના નામની બુમ પાડવા માંડ્યા...પેલો તો આરામથી એક જ હાથે એ બહેન ને ધક્કો મારી ને દોડી ગયો.
મજાની વાત તો એ હતી કે પોલીસને ગભરાટમાં એ બહેને પેલા છોકરાનું વર્ણન અલગ જ આપ્યું,,,જે સ્કેચ તૈયાર થયું તેને પણ... 'આ જ છે' એમ કહ્યું...અને પોલીસના ડોગ્સએ એની ભાળ આપી તો પોલીસ એ બહેનને કારમાં લઈ ગયા ને સમજાવ્યું કે...
'એને રસ્તા વચ્ચે બે પોલીસ લઈને ઉભી છે...તમારે કારમાં જ રહેવાનું...એ છોકરો તમને નહી જોઈ શકે,,,ફક્ત તમારે એને ઓળખી આપવાનો' ,,,તે પણ રાતનાં ૧૧ વાગે... એ બહેને ૨૦ મીનીટ એની સામે જોયા જ કર્યું પણ મગજ કશું ઉંધુજ કહે...
આખરે એ છોકરાએ કંટાળીને કહ્યું કે ..."એ બહેનને કહો કે એ હું જ છું"
ત્યાર પછી એ બહેન લગભગ ૨ મહિના સુધી જ્યાં જાય ત્યાં એવા કોઈ પણ છોકરાને જોવે એટલે વિચારે ચઢે અને ગભરાય કે ,,,
"આ એ તો નથી ??" ગભરાટે એ બહેનનો પીછો ના છોડ્યો.
બીજા એક કિસ્સામાં બન્યું એવું કે ....
એક મકાનમાં આગ લાગી. મોટેભાગે આપણા દેશના જ વધારે બધા રહેતાં ત્યાં ભાડે... એટલે બધા એકબીજા ને મદદ કરતાં કરતાં ફટાફટ નીચે ઉતરતા હતા...ઘરડાને અને નાના બાળકોને સૌથી પહેલા ઉતરવા દીધા ,,, બધા નીચે આવેલાને બાકીના પરિવારની ચિંતા થાય ...એટલે ગભરાટમાં નીચે બુમાબુમ કરે કે ....
'આ લેતો આવજે',,, 'સાચવીને આવજે' ,,,,'પાસપોર્ટ મળ્યાં??' આ સહિયારી બુમોમાં ગભરાટ સ્વાભાવિક જ હતો.
આ બધા વચ્ચે એક માજી એ એમના દીકરાને બુમ પાડીને કહ્યું ...' એએએ ઘનશ્યોમ...તું મંજુને હાથ જાલીને ઉતારજે ...હાતમો મહિનો જાય છે એને'....આને કહેવાય ગભરાટમાં પણ સમજદારી. પેલો ઘનશ્યામ આવી રહ્યો હતો મંજુનો હાથ પકડીને જ...
ત્યાં જ એના પિતાજી ક્યાંકથી દોડતા આવ્યા ને બરાડ્યા...
'એલા એ ઘનચક્કર...તારી બાયડીનો હાથ મેલ..આવહે એની જાતે....તું પાછો ઉપર જા...હોનું (સોનું) મેલ્યું તું તે પોટલી લેતો આવ' આ એ કાકાનો મગજે કરેલો ગભરાટનો ઓવરટાઈમ!!!
આવી જ રીતે બે બહેનપણી,,,એક ગુજરાતી ને એક પંજાબી... સહકુટુંબ હિલસ્ટેશન પર ગયા હતા,,,રાત્રે જમ્યાં પછી એ બંન્ને ચાલવા નીકળી. એકદમ સુના રસ્તા પર...અચાનક જ એમની સામે સફેદ કપડામાં અને સફેદ દાઢીમાં સજ્જ એક બુજુર્ગ આવીને પૂછે કે ...
'બેટી,,,યહાં પે દરગાહ કિધર હેં??'....ખલ્લાસ...બંન્ને એકદમ સજ્જડ થઈ ગઈ.
ગુજરાતી હતી તે માંડ માંડ હિન્દીમાં બોલી ... 'હમે નહી પતા'
....અને એની ફેન્ડનો હાથ ગભરાટમાં પકડીને પાછી ફરી ને ચાલવા માંડી....હાથ બંન્નેના ધ્રુજે...પાછું વાળીને જોયું તો કોઈ હતું જ નહી. એટલે એ ગુજરાતણ સહેલી લગભગ પડવાની તૈયારીમાં...આ જોઈને એની પંજાબણ સહેલી એને ગભરાટમાં પણ હિંમત આપી અને કહે...
'અ રે,,, તું ડરતી કયું હે??...તેરે સાથ સરદારની હે અભી...'
આટલું કહીને એ સરદારની હાથ છોડાવીને ૧૦૦ની જડપે દોડવા માંડી. એની ગુજરાતી સહેલી ને સમજ જ નહી પડી કે આ શું થઈ રહ્યું છે. એ તો ત્યાંની ત્યાં જ. ખાસી આગળ જઈને એ સરદારની સહેલી પાછળ ફરી ને ગભરાટમાં બુમો પાડીને એની સહેલી પર ચિઢાઈ...
'એ પાગલ...તું ભી દોડ...ખડી કયું હે??...ડર નહી લગતા??...ચલ જલ્દી,,,નહીતો મેરી જાન નીકલ જાએગી!!'
એટલે આમ જોવા જઈએ તો ગભરાટ ચેપી રોગ જેવો છે. આપણને થયો હોય તો બીજાને પરાણે આપી જ દઈએ. અને બધાનો ઈલાજ ભલે એક જ હોય પણ રિએક્શન તો બધાને અલગ અલગ જ આવે.
જો આવુ જ હોય તો ... શું આ રાજકારણીઓ સત્તા પર આવતા પહેલા કોઈ રસી લેતા હશે??
કારણ એ લોકો તો કોઈ પણ પરિસ્થિતિમાં એકદમ સ્વસ્થ જ હોય છે!! ;-)

No comments:
Post a Comment