Tuesday, November 8, 2011

કુરુક્ષેત્ર

શું આ કુરુક્ષેત્રની કોઈ દુખદ આહ છે?
કેમ બધી વાતે ત્યાં જતી એક રાહ છે?

દંભ, કાનૂન ને પરંપરાનાં રચાયેલા,
તાંડવનો ક્યાંક પુરાણો ઇકરાહ છે?

આજે પણ જીવિત યુધ્ધે- મહાભારત...
કહો એ ભૂમિને એનો કે વારે તિઆહ છે?

(ઇકરાહ = ધિક્કાર, તિઆહ = શ્રાદ્ધ)

~ધૃતિ...

Sunday, November 6, 2011

યાદ

આટલી યાદો સાથે ફરવાનું
હવે મોંઘુ પડે છે,
કહે એક્સ્ટ્રા બેગેજ ત્યારે
કિંમત દેવી પડે છે,

કેરી ઓન લગેજ માં
અલાઉડ નથી કે છે,
તો ચેકઇનથી એને અલગ
કરી દેવી પડે છે,

કરે સ્કેન જ્યારે
ત્યારે અમથી હંમેશા,
નકામી શંકાને
સ્થાન લેવું પડે છે,

પાછો આવી લઈજા
બધી યાદોને...
ખામખા આંસુના પણ
દામ દેવા પડે છે.

~ ધૃતિ